કચ્છ જિલ્લામાં ગરમી યથાવત : ભુજનું તાપમાન 40.2 ડિગ્રી નોંધાયું તો આગામી બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર

copy image

copy image

કચ્છ જિલ્લામાં ગરમી યથાવત રહેવા પામી છે. ત્યારે મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થવા છતાં પણ ગરમ પવનને કારણે લૂ ની પરિસ્થિતી બની હતી. વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે ભુજમાં 42.4 ડિગ્રીના વિક્રમી તાપમાન બાદ આજે બે ડિગ્રીનો ઘટાડો થયો છે. ત્યારે આજે ભુજનું તાપમાન 40.2 ડિગ્રી નોંધાયું છે. પરંતુ ગરમ પવનને કારણે કોઈ રાહત અનુભવાઈ નથી. કંડલામાં સૌથી વધુ 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે રાત્રે પણ ઉકળાટભર્યા વાતાવરણને કારણે લોકો ગરમીમાં હેરાન થઈ રહ્યા છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવેલ છે.