ખાવડાના આર.ઈ. પાર્કમાં 15 વર્ષીય સગીર છાત્રાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

copy image

ખાવડાના આર.ઈ. પાર્કમાં 15 વર્ષીય સગીર છાત્રાએ ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હતું. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ખાવડાના આર.ઈ. પાર્ક, સેલ કંપનીમાં રહેતા માલધારી શકુર ઈબ્રાહિમ સમાની અભ્યાસ કરતી 15 વર્ષીય દીકરી રેહાનાબાઈએ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. હતભાગી ગત સાંજે ઘરે હતી તે સમયે કોઈ અકળ કારણોસર પોતાનો જીવ દઈ દીધો હતો. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.