મુંદ્રાના શિરાચામાં મૂળ બિહારના 44 વર્ષીય આધેડે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

copy image

copy image

મુંદરા ખાતે આવેલ શિરાચામાં મૂળ બિહારના 44 વર્ષીય આધેડે કોઈ અકળ કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ  ગત તા.11/3ના સાંજના અરસામાં હતભાગી પોતાના ઘરે હાજર હતો તે સમયે કોઈ અગમ્ય કારણોસર છત પરનાં લોખંડનાં એંગલ સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બાનવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.