ભુજના ખત્રી તળાવ નજીક મધ્ય રાત્રીના સમયે સર્જાયો ત્રિપલ અકસ્માત : છ લોકો થયા ઘાયલ

copy image

copy image

ભુજના ખત્રી તળાવ નજીક મધ્ય રાત્રીના સમયે ત્રિપલ અકસ્માતમાં છ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ એક પરિવારના કુટુંબીઓ છકડા અને ઇકો કારથી બુધવારે મોડીરાત્રે ટુંડાવાંઢથી ભુજ તરફ આવી રહ્યા હતા તે સમયે ખત્રી તળાવ નજીક છકડાની કોઇ અજાણી ટ્રક સાથે ટક્કર થયા બાદ આજ પરિવારની પાછળ આવતી ઇકો કાર પણ અથડાતાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં છ લોકો ઘાયલ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે.