ગોધરામાં કાર અને મોપેડ વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત : બે ઘાયલ

accident

copy image

accident
copy image

વધુ એક યુવકે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગોધરામાં ગોધરાના ભુરાવાવ ઓવરબ્રિજ પર કાર અને મોપેડ વચ્ચે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. અહી કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં મોપેડ પર સવાર ત્રણ વ્યક્તિ પૈકી એકનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું જ્યારે અન્ય બે ઘાયલ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે.