આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમાડતા બે શખ્સોની અટકાયત : એક વોન્ટેડ

0
20180719_143955.jpg
વડોદરા : વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા નજીકની અમીદર્શન સોસાયટીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમાડતા બે શખ્સોને પોલીસે પકડી પાડયા હતા. જયારે એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. પાણીગેટ પોલીસ સ્ટેશનના પીઆઇ આરએસબારીયાને બાતમી મળી હતી કે વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા નજીકની અમીદર્શન સોસાયટીના ઘરમાં આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડાય છે. આથી તેમની સુચનાથી સર્વેલન્સ સ્ટાફના એમ.જી.કરડાણીએ આ સ્થળે દરોડો પાડયો હતો. દરોડામાં પોલીસે ૧૦ બોબડી મોબાઇલ, ટીવી સેટઅપ બોકસ, કેલકયુલેટર, બાઇક રોકડા રૂ.૧૨,૨૬૦ મળી કુલ રૂ.૬૧,૬૮૦ના મુદ્દામાલ સાથે મુકેશ નાથાલાલ ધોબી તાલીમ ગુલમ મહંમદ દૂધવાલા (બિસમિલ્લા મંજીલ, પાણીગેટ)ની અટકાયત કરી હતી. જયારે આ ઉપરાંત કોડ થી લખેલા ગ્રાહકોના નામવાળી ડાયરી જપ્ત કરી હતી. તેમજ કમલ સીંધીને વોન્ટેડ જાહેર કર્યો હતો. કમલ સીંધી સટ્ટાનુ કટીંગ કરતો હોવાની વિગતો સપાટી ઉપર આવી છે. પાણીગેટ પોલીસે આ અંગે ગુનો નોંધી કમલ સીંધીને પકડી પાડવા માટેની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *