લખાણા ગોજીયા ગામેથી રૂ.૧.૯૨ લાખનો બીયર કબ્જે

દાહોદ ધાનપુર પોલીસે લખણા ગોજીયા ગામેથી નાઇટ પેટ્રોલીંગમાંથી પરત ફરતી વખતે ટાટા એસી ફોર વ્હીલર કારનો પીછો કરી પકડી પાડી કારમાંથી રૂ.૧,૯૨,૦૦૦ ની કિંમતની બીયર ટીનની પેટી નંગ ૮૦ પકડી પાડી રૂ.બે લાખની કિંમતની કાર મળી રૂ.૩,૯૨,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જયારે કારનો ચાલક પલાયન થઇ ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ધાનપુર પોલીસ ગત સવારના અરસામાં રાત્રીના પેટ્રોલિંગમાથી પરત આવી રહી હતી. તે દરમિયાન આગળ જતી કાર પોલીસને શંકાસ્પદ લાગતા પોલીસે તેનો પીછો કર્યો હતો. જેથી ઝડપાઇ જવાના ડરથી ટાટા એસી કારનો ચાલક લખાણા ગોજીયા ગામના બારીયા ફળિયનો બળવંત ઉર્ફે અકો હિમત બારીયા તેના ગામના રસ્તા પર જ કાર મુકી નાસી છૂટયો હતો. જે કારને પકડી પાડી કારમાંથી પોલીસે ભારતીય બનાવટના બીયરની ૧૯૨૦ નંગ ટીન ભરેલ પેટીઓ નંગ ૮૦ ઝડપી પાડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *