વરસામેડીના બુટલેગરની પાસા તળે ધરપકડ કરી તેને સુરતની જેલના હવાલે કરાયો

jail

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે એક બુટલેગરની પાસા તળે ધરપકડ કરી તેને સુરતની જેલના હવાલે કરી દેવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજાર ખાતે આવેલ વરસામેડીમાં રહેનાર આરોપી ઈશમ વિરુદ્ધ મોટા પ્રમાણમાં અંગ્રેજી દારૂ મગાવી સંગ્રહ કરી તેનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યું હતું.  આ શખ્સ વિરુદ્ધ અંજારમાં પાંચ, ભચાઉમાં પાંચ તથા ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે દારૂના ગુના દાખલ થયેલ છે. તેથી આ શખ્સ વિરુદ્ધ દરખાસ્ત તૈયાર કરી જિલ્લા સમાહર્તાને મોકલવામાં આવતા તે સ્વીકાર થતાં પોલીસે આ શખ્સને શોધી સુરતની લાજપોર જેલના હવાલે કરી દીધો છે.