આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર નવ મહિના વિતાવ્યા બાદ સુનિતા વિલિયમ્સ સહિત ચાર અવકાશયાત્રીઓ પૃથ્વી પર પરત ફર્યા

copy image

copy image

આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર નવ મહિના વિતાવ્યા બાદ, નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર, બે અન્ય અવકાશ વૈજ્ઞાનિકો નિક હેગ અને એલેક્ઝાન્ડર ગોર્બુનોવ સાથે, સફળતાપૂર્વક અને સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત આવ્યા છે. ત્યારે પ્રાપ્ત થતી વિગતો મુજબ સ્પેસએક્સનું ક્રૂ 9 ડ્રેગન અવકાશયાન ફ્લોરિડાના દરિયાકાંઠે સમુદ્રમાં ઉતર્યું છે. ત્યારે નાસા દ્વારા પુષ્ટિ કરવામાં આવેલ કે અવકાશયાન 19 માર્ચની સવારે ભારતીય સમય મુજબ બરાબર 3:27 વાગ્યે સુરક્ષિત રીતે ઉતર્યું હતું. સ્પેસએક્સનું આ ક્રૂ મિશન 15 માર્ચે અવકાશમાં મોકલવામાં આવ્યું હતું. કેટલીક ટેકનિકલ સમસ્યાઓના કારણે મિશનમાં વિલંબ થયો હતો, પરંતુ 17 કલાકની મુસાફરી બાદ તે આખરે સફળતાપૂર્વક પૂર્ણ થયું.