કોમ્બીંગ સર્ચ દરમ્યાન સ્કોર્પિઓ ફોર વ્હીલર ગાડીમાંથી ગેરકાયદેસર હથિયાર તથા સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા કબ્જે કરતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ તથા એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છ ભુજ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસઅધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસઅપિક્ષક શ્રી એમ.જે.ક્રિશ્ચિયન સાહેબ ભુજ વિભાગ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જીલ્લામાં શરીર સબંધી/મીલકત સબંધી ગુન્હાઓ અટકાવવા માટે ખાસ સુચના આપેલ,

જે અનુસંધાને આજરોજ એચ.એસ.ત્રિવેદી પોલીસ ઇન્સપેકટર ભુજ શહેર એ ડીવીઝન પો સ્ટે.નાઓ તથા કે.એમ.ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી પશ્ચિમ કચ્છ ભુજનાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે.ના કર્મચારીઓ તથા એસ.ઓ.જી તથા એલ.સી.બી. પશ્ચિમ કચ્છના કર્મચારીઓ દ્રારા ભુજ શહેર વિસ્તારમાં શરીર સબંધી તથા મીલકત સબંધી ગુન્હાઓ અટકાવવા કોમ્બીંગ સર્ચ હાથ ધરવામાં આવેલ તે દરમિયાન ઉસ્માનિ મસ્જિદ, રહિમનગર, ભુજ પાસે એક શંકાસ્પદ સફેલ કલરની સ્કોરપીઓ ગાડી પડેલ હોય જેથી તેને ચેક કરતા તેનો ચાલક હાજર ન હોય જે સ્કોરપીઓ ગાડીમાં સોના-ચાદીના દાગીના જેની આશરે કિ.રૂ.૨૪,૩૧,૩૪૨/- તથા રોકડ રૂપીયા.૬,૯૦,૦૦૦/- તથા હથીયાર નંગ-૦૮ પેડલ હોય જે તમામ મુદામાલ શંકાસ્પદ હોય શંકાસ્પદ સ્કોરપીઓ ગાડીના ચાલકની તપાસ કરતા આ સ્કોર્પીયો ગાડી સમીર અબ્દુલ કાદર સોઢા રસો. ઈમામચોક, રહીમનગર, ખારી નદી પાસે, ભુજ વાળાની હોય અને તેના વિરૂધ્ધ અગાઉ ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે.માં છેતરપીડી અપહરણ તથા ગેરકાયદેસર હથીયાર રાખવાના ગુન્હાઓ દાખલ થયેલ હોય આરોપીના કબ્જા માંથી સ્કોરપીઓ ગાડીની કિં.રૂ.૫,૦૦,૦૦૦/-સાથે તમામ શંકાસ્પદ મુદામાલ કુ લ્લે કિ.રૂ.૩૬,૨૧,૩૪૨/- નો મળી આવેલ હોય જે અંગે ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

કબ્જે કરેલ હથીયાર-

(૧) સ્ટીલનો મોટો ધારીયો નંગ-૦૧

(૨) સ્ટીલની નાની મોટી તલવાર નંગ-૦૪

(૩) લાકડાના હાથા વાળો ભાલો નંગ-૦૧

(૪) લોખંડના પાઈપ નંગ -૦૨

4am

કબ્જે કરેલ મુદામાલ-

સોના-ચાંદીના દાગીના નંગ-૩૩ આશરે કિ.રૂ.૨૪,૩૧,૩૪૨/-

રોકડ રકમ કુલ રૂ.૬૯૦,૦૦૦/-

મહિન્દ્રા સ્કોર્પીયો ફોર વ્હિલર ૨.જી નંબરGJ-12-FE-1755 કિ.રૂ.૫,૦૦,૦૦૦/-

આરોપીનો ગુનાહિત ઇતિહાસ-

(૧) ભુજ એ ડિવિઝન પો.સ્ટે. ગુ.૨.નં.૦૧૨૨/૨૦૧૪ આઇ.પી.સી.કલમ-૩૬૩,૩૬૬, ૩૭૬,૩૪, ૫૦૬(૨) મુજબ

(૨) ભુજ એ ડિવિઝન પો.સ્ટે. ગુ.ર.નં.૨૧૨૯/૨૦૨૧ આઇ.પી.સી.કલમ-૧૨૦(બી),૪૦૬,૪૨૦ મુજબ

(૩) ભુજ એ ડિવિઝન પો.સ્ટે. ગુ.ર.નં.૦૩૧૪/૨૦૨૫ જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ

આ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓઃ

ઉપરોકત કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી.એચ.એસ.ત્રિવેદી તથા કે.એમ.ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી પશ્ચિમ કચ્છનાઓના સુચના અને માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન તથા કચ્છના પોલીસ સ્ટાફના માણસો જોડાયેલ હતા.