અસામાજિક ગુંડા તત્વો વિરૂધ્ધ ૧૦૦ કલાકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી
ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી સાહેબની સુચનાથી શ્રી વિકાસ સહાય IPS, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્રારા ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત થાય તથા લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તે માટે અસામાજિક ગુંડા તત્વો વિરૂધ્ધ ૧૦૦ કલાકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ હતી. જે અન્વયે શ્રી નિર્લિપ્ત રાય, IPS, નાયબ પોલીસ મહાનિરીક્ષક, સ્ટેટ મોનીટરીંગ સેલના સીધા સુપરવિઝન હેઠળ તથા શ્રી કે.ટી.કામરીયા, નાયબ પોલીસ અધિક્ષક, સ્ટેટ મોનીટરીંગ સેલના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં મોટા પાયે અને સક્રિયપણે દારૂ-જુગાર તથા ખનીજ અને કેમીકલ ચોરીની અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ કુલ-૨૪ અસામાજિક તત્વોનું લીસ્ટ તૈયાર કરી, તેઓના ગેરકાયદેસર બાંધકામ/દબાણ વિગેરે સબંધે કાર્યવાહી કરવા સ્ટેટ મોનીટરીંગ સેલની અલગ-અલગ કુલ-૧૫ ટીમોને કામ સોંપવામાં આવેલ હતું.
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમો દ્વારા જરૂરી તપાસ કરી, સબંધિત સરકારી કચેરીઓથી માહિતી મેળવતાં, નીચે મુજબના કુલ-૧૫ અસમાજિક તત્વોની કુલ-૧૯ ગેરકાયદેસરની મિલકત/દબાણ જણાઈ આવેલ છે.

