“માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વગર લાયસન્સની દેશી બનાવટની બંદુક સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ કાઇમ બ્રાન્ચ, પશ્ચિમ-કચ્છ, ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ અસામાજીક પ્રવૃતી નાબુદ કરવા પરવાના વગરના ગેરકાયદેસર હથિયાર રાખતા ઈસમોની તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા માટે સુચના આપેલ.

જે સુચના અનુશંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા સ્ટાફના એ.એસ.આઇ. પંકજકુમાર કુસ્વાહા, નિલેશભાઇ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ તથા પો.કોન્સ.જયદેવસિંહ જાડેજા તથા જીવરાજભાઇ ગઢવીનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ. પંકજકુમાર કુસ્વાહાનાઓને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ હતી કે, ત્રંબો ગામમાં આવેલ કોલીવાસમાં રહેતો નાનજી કોલી જેણે પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં ગેરકાયદેસર રીતે વગર લાયસન્સની સીંગલ બંદુક રાખેલ છે અને હાલે તે પોતાના મકાન ઉપર હાજર છે જે મળેલ બાતમી આધારે ત્યાં જઇ તપાસ કરતાં મજકુર ઇસમ મળી આવેલ તેના પાસેથી એક હાથ બનાવટની દેશી બંદુક મળી આવેલ જે હાથ બનાવટની દેશી બંદુક પોતાની પાસે રાખવા અંગે કોઇ પાસ પરમીટ હોય તો રજુ કરવા જણાવતા આવી કોઇ પાસ પરમીટ મજકુર ઇસમ પાસે નહી હોવાનુ જણાવેલ જેથી મજુકર ઇસમ ગેરકાયદેસર રીતે પરવાના વગર દેશી બંદૂક સાથે મળી આવેલ હોય તેના વિરૂધ્ધ માધાપર પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ હેઠળ ફરીયાદ આપી ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી માટે માધાપર પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.

  • પકડાયેલ આરોપી

નાનજી ખીમજી કોલી ઉ.વ-૨૦ રહે. કોલીવાસ, ત્રંબો ગામ તા.ભુજ

  • કબ્જે કરેલ મુદામાલ

હાથ બનાવટની સીંગલ બેરલની દેશી બંદુક કિં.રૂ. ૧૦૦૦/-