ઈન્ડિકા વિસ્ટા કારમાંથી ૩૬ બોટલ ઈંગ્લીશ શરાબ પકડાયો

ભરતનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇન્સ એમ.એચ.યાદવે પ્રોહી-જુગારના કેસો શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ આર.કે.સોલંકી તથા ડી સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન સંજયભાઇ ચુડાસમાને બાતમી આધારે હકીકત મળેલ કે એક શખ્સ સફેદ કલરની ફોર વ્હીલ ટાટા ઇન્ડીકા વીસ્ટા કાર નં. જીજે ૦૩ જેઆર ૩૩૪૩ માં ભારતીય બનાવટનો ઇગ્લીશ શરાબનો જથ્થો લઇને રીંગ રોડ તરફથી ખારશી વિસ્તારમા શીતળામાના મંદિરની બાજુમાથી જવાના રસ્તે પસાર થવાનો છે જે હકિકત આધારે વોચ ગોઠવી સદરહુ ફોર વ્હીલ પાસાર થતા તેને રોકી ચેક કરતા ફોર વ્હીલ માંથી ભારતીય બનાવટની ઇંગ્લીશ શરાબની બોટલ નંગ ૩૬ સીલપેક બ્લેન્ડર પ્રાઇડ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ. કુલ કિંમત રૂ.૧૮,૦૦૦ તથા એક કાળા કલરનો સેમસંગ ડયુઓસ મોબાઇલ કિંમત રૂ.૫૦૦ તથા સફેદ કલરની ફોર વ્હીલ ટાટા ઇન્ડીકા વીસ્ટા કાર નં. જીજે ૦૩ જેઆર ૩૩૪૩ જેની કિંમત રૂ.૧,૫૦,૦૦૦ મળી કુલ કિંમત રૂ.૧,૬૮,૫૦૦ ના મુદામાલ જપ્ત કરી મજકુર ફોર વ્હીલ ચાલક નાસી ગયેલ હોય મજકુરના વિરૂધ્ધમાં ધોરણસર ગુનો રજી કરી આગળની તજવીજ હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *