ધોળકા એસીબીની ટીમ દ્વારા છટકું ગોઠવીને ધોળકા નગરપાલિકાના ક્લાર્કને 40 હજાર રૂપિયાની લાંચ લેતા પકડી લેવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ નગરપાલિકા દ્વારા મળેલ વર્ક ઓર્ડર મુજબ કરેલ કામ બાબતે કોન્ટ્રાક્ટરે મૂકેલ બીલ મંજૂર કરવાના માટે ધોળકા નગરપાલિકાના ક્લાર્ક કૌશિક અર્જુનભાઇ પરમારે રૂ.40 હજાર લાંચની માગણી કરી હતી. પરંતુ કોન્ટ્રાક્ટર લાંચ આપવા માગતા ના હોય એસીબી કચેરીનો સંપર્ક કરતા એસીબીએ લાંચનું છટકુ ગોઠવતા ક્લાર્ક કૌશિક પરમાર લાંચ પેટે 40 હજાર રૂપિયા સ્વિકારતા પકડી લેવામાં આવ્યો હતો. આ અંગે ટ્રેપીંગ અધિકારી તરીકે વી.જે.જાડેજા, એ.સી.બી પોલીસ સ્ટેશન, અમદાવાદ ગ્રામ્ય તથા ટીમ અને સુપરવિઝન અધિકારી તરીકે કે.બી.ચુડાસમા, મદદનીશ નિયામક, એ.સી.બી. અમદાવાદ એકમએ ફરજ બજાવી હતી.