મુંદ્રા ખાતે આવેલ નાના કપાયામાં 37 વર્ષીય પરીણીતાએ કોઈ અકળ કારણોસર જાત જલાવી

 મુંદ્રા ખાતે આવેલ નાના કપાયામાં 37 વર્ષીય પરીણીતાએ કોઈ અકળ કારણોસર જાત જલાવી મોતને વ્હાલું કરી લીધું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ મુંદ્રા તાલુકાના નાના કપાયામાં હસીનાબેન નામના પરિણીતાએ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. ગત તા. 12-3ના હતભાગીએ  કોઈ અગમ્ય કારણોસર પોતાના શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટીને જાત જલાવી હતી. બનાવની જાણ થતા જ તેમણે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં સારવાર તેઓએ અંતિમ શ્વાશ લીધા હતા.