ઠગાઈના ગુનામાં નાસતા ફરતા દંપતીને પોલીસે છત્રાલ ખાતેથી દબોચ્યા

copy image

ઠગાઈના ગુનામાં નાસતા ફરતા દંપતીને પોલીસે છત્રાલ ખાતેથી ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ શહેર બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા ત્રણ તથા ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા એક ગુનામાં આ આરોપીઓ નાસતા-ફરતા હતા. ત્યારે પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ઠગાઈના ગુનામાં નાસતું ફરતું દંપતી હાલમાં છત્રાલ ખાતે આવેલ સોસાયટીમાં હાજર છે. મળેલ બાતમીના આધાર પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળા સ્થળ પરથી આરોપી શખ્સોને દબોચી લીધા હતા.