અંજારમાં અજાણ્યા વાહનની હડફેટે આધેડનું મોત

accident

copy image

accident
copy image

અંજારમાં અજાણ્યા વાહનની હડફેટે આધેડનું મોત નીપજયું છે. આ બાનવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ  ગત તા. 26 ઓક્ટોરના રોજ બપોરના સમયે અંજારમાં આવેલ ખડિયા તળાવ નજીક માર્ગ અકસ્માતનો આ બનાવ બન્યો હતો.  હતભાગી નરશીગર ગુંસાઈ નામના આધેડ ખડિયા તળાવ નજીક પગપાળા જઈ રહ્યા હતા, તે સમય દરમ્યાન અજાણ્યા વાહનના ચાલકે વૃદ્ધને હડફેટેમાં લીધા હતા. સર્જાયેલ અકસ્માતમાં ગંભીર ઇજાઓના પગલે આ આધેડનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે છ માસ અગાઉ બનેલ આ બનાવ અંગે આજે વિધિવત  ફરિયાદ નોંધાવવામાં અવતા આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.