ગાંધીધામમાં 34 વર્ષીય યુવાનનો આપઘાત

copy image

ગાંધીધામમાં 34 વર્ષીય શખ્સે ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અકસ્માત મોતનો આ બનાવ ગત તા. 18ના રોજ ગાંધીધામમાં રોટરી નગર વિસ્તારમાં બન્યો હતો. અહી હતભાગી વી. શિવા વેંકટ રેડ્ડી નામના યુવાને કોઈ અકળ કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.