સુરતમાં સર્જાયો ગોઝારો અકસ્માત : કંપનીના ગેટ પર સૂતેલા અઢી વર્ષના બાળક પર ટેમ્પો ફરી વળતાં માસૂમે જીવ ગુમાવ્યો

copy image

copy image

સુરતના સચિન GIDC વિસ્તારમાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં કંપનીના ગેટ પર સૂતેલા અઢી વર્ષના બાળક પર ટેમ્પો ફરી વળતાં આ માસૂમને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ GIDC વિસ્તારમાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અહી ટેમ્પોના ચાલકે બેદરકારીથી વાહન ચલાવી કંપનીના ગેટ નજીક સૂતેલા બાળક પર ટેમ્પો ચડાવ્યો હતો. બનાવને પગલે માસૂમ બાળકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બનાવને પગલે ટેમ્પો ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.