કારમાં દારૂ-બિયરની હેરાફેરી કરતા ઈસમને પકડી લેતી ગંગાજળીયા પોલીસ

ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ સા તથા ડી સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન દશરથસિંહ ત્તથા હિરેનભાઈને સયુંકત બાતમી આધારે હકીકત મળેલ કે એક શખ્સ ગ્રે કલરની ફોર વ્હીલ હુન્ડાઈ આઈ૨૦ ગાડી નંબર પ્લેટ વગર ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો લઇને માણેકવાળી કીર્તિ કલીનીક નજીક દારૂની હેરફેર કરતો હોય તેવી હકીકત મળતા તે જગ્યા તપાસ કરતા ઉપરોક્ત ગાડી સાથે મળી આવતા તપાસ કરતા ગાડીની અંદર જોતા જેની અંદર ભારતીય બનાવટની અલગ-અલગ કંપનીની બિયર ટીન નંગ૨૪ જે કુલ દારૂની કિંમત રૂ.૫૪,૬૦૦ તથા એક કાર કિંમત રૂ.૪,૦૦,૦૦૦ તથા એક મોબાઈલ કિંમત રૂ.૨૦,૦૦૦ મળી કુલ રૂ.૪,૭૪,૬૦૦ ના મુદામાલ સાથે ઈસમ  રાહુલ પ્રદીપભાઈ પરમાર ઉં,.વ. ૨૩ રહે. પ્લોટ નં ૮૮૬ મહિલા કોલેજ પાછળ જૂની બ્લડ બેન્ક વાળો ખાંચો ભાવનગરવાળો ઝડપાઇ જતા તેના વિરુદ્ધમાં ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહી એક્ટ મુજબનો ગુન્હો નોંધણી કરી ધોરણસરની અટકાયત કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *