સરલી ઝીઝો ટીંમ્બા વિસ્તારમા આવેલ ખાણમાંથી ચોરી થયેલ લોખંડની ચોરીનો ભેદ ગણતરીના કલાકમાં ઉકેલી આરોપીને મુદામાલ સાથે પકડી પાડતી માનકુવા પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા |સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-ભુજતથા શ્રી આર.ડી.જાડેજા સાહેબ, |નાયબ પોલીસ અધિક્ષકશ્રી. ભુજ વિભાગ-ભુજનાઓની સુચના અને માર્ગદર્શન આધારે મિલ્કત સંબંધી ગુનાઓ |શોધી કાઢવા તેમજ અટકાવવા સુચના કરેલ હોઈ

જે અન્વયે શ્રી એસ.એમ.રાણા સા. પોલીસ ઇન્સ્પેક્ટર માનકુવા પોલીસ સ્ટેશનનાઓએ મિલ્કત સંબંધી બનતા ગુનાઓ ડીટેકટ કરવા સુચના આપેલ તે દરમ્યાન માનકુવા પોલીસ સ્ટેશન પાર્ટ-એ-ગુરનં.૧૭૪/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબનો ગુનો તા. ૧૯/૦૩/૨૦૨૫ ના રોજ દાખલ થયેલ હોય જે ગુનાનો ભેદ ઉકેલવા પો. ઈન્સ. શ્રી. એસ.એમ.રાણા નાઓએ માનકુવા પોલીસ સ્ટેશન સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી તેઓને જરૂરી માર્ગદર્શન આપી હ્યુમન સોર્સીસ તથા ટેકટનીકલ સર્વેલન્સથી ગુનાનું ડીટેકશન કરવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ. જયપાલસિહ જે જાડેજાનાઓને ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે આરોપીને ચોરીમાં ગયેલ મુદામાલ સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી-

અશલમ ઉર્ફે ભાલો અબ્દુલ કુંભાર ઉવ.૨૭ રહે.દહિસરા તા.ભુજ

પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ;-

|માનકુવા પોસ્ટે પાર્ટ-એ ગુરનં. ૦૨૨૭/૨૦૨૩ઈ.પી.કો. કલમ ૧૨૦(બી),૩૨૩,૩૮૮,૪૫૨,૫૦૬(૨) મુજબ

પકડવાના બાકી આરોપી :-

(૧) સેજાદ સફિમામદ ઓઢેજા રહે- સરલી તા.ભુજ

(૨) મામદ ઓઢેજા રહે- સરલી તા. ભુજ

શોધી કાઢેલ ગુન્હાઓ-

માનકુવા પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુરનં.૧૭૪/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૦૩(૨)

કબ્જે કરેલ મુદામાલ:-

(૧) લોખંડની પ્લેટ નંગ-૦૪, લોખંડની ઘોડી નંગ-૭ તથા લોખંડના એગલ નંગ- ૪. કિ.રૂ. ૩૫૦૦૦/-

(૨) ગેસની બોટલ નંગ-૦૧ કિ.રૂ. ૫૦૦/-

(૩) ગેસ કટર કીં.રૂ. ૩૦૦/-

(૪) ટ્રક રજી નં-GJ-09-Z-2697 કિ.રૂ. ૨,૦૦,૦૦૦/-

એમ કુલ્લે કિં.રૂા. ૨,૪૦,૮૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.

આ કામગીરીમાં માનકુવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.એમ.રાણા સા. તથા પો. સબ ઇન્સ.શ્રી. એચ.એચ.બ્રહ્મભટ્ સા. તથા એ.એસ.આઈ. ઉપેન્દ્રસિંહ રાણા તથા પો.હેડ કોન્સ. જયપાલસિંહ જે. જાડેજા તથા પો.હેડ.કોન્સ અશોકભાઈ ડાભી તથા પો.કોન્સ કિરણકુમાર એસ. પુરોહિત તથા જી.આર.ડી રણજીતસિંહ જાડેજાનાઓ જોડાયેલ હતા.