એ.સી.બી.ની સફળ ડીકોય

ડીકોયર :- એક જાગૃત નાગરિક.

આરોપી :- વિશાલ રોહિતજી ઠાકોર , વી.સી.ઈ. મગોડી ગ્રામ પંચાયત, ઉં.વ. ૨૪, રહે.મોટોવાસ ગામ, મગોડી, તા.જી. ગાંધીનગર.

ગુનો બન્યા : તા.૨૦/૦૩/૨૦૨૫

લાંચની માંગણીની રકમ :-
રૂપિયા ૨૦૦/-

લાંચ સ્વીકારેલ રકમ:-
રૂપિયા ૨૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ :- રૂપિયા ૨૦૦/-

ગુનાનું સ્થળ : – ગ્રામ પંચાયત કચેરી, મગોડી ગામ, તા.જી. ગાંધીનગર.

ગુનાની ટુંક વિગત : –
આ કામે મળેલ માહિતી મુજબ મગોડી ગામ, તા.જી. ગાંધીનગર ખાતે ગ્રામ પંચાયત કચેરીના VCE દ્વારા ગ્રામ પંચાયત તથા સરકારી યોજનાઓની ઓનલાઈન કામગીરી અર્થે આવતા ગ્રામજનો પાસે યેનકેન પ્રકારે બહાના કાઢી હેરાન પરેશાન કરી રૂ. ૧૦૦/- થી ૫૦૦/- સુધીની લાંચ લેવામાં આવે છે. જે આધારે આજરોજ વોચ રાખી ડિકોયરશ્રીનો સહકાર મેળવી લાંચના ડિકોય છટકાનું આયોજન કરેલ અને લાંચના ડિકોય છટકા દરમ્યાન પોતે કરેલ કામગીરીના બદલામાં ડિકોયરશ્રી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૨૦૦/- ની લાંચની માંગણી કરી, સ્વિકારી સ્થળ ઉપર પકડાઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબત.

ડિકોય કરનાર અધિકારી :-
શ્રી એન. બી. સોલંકી,
પોલીસ ઇન્સ્પેક્ટર તથા એ.સી.બી. સ્ટાફ , ફિલ્ડ-૨, ગુ.ર