આધાર-પુરાવા વગરના લોખંડના ઇંગલો સાથે બે ઇસમોને પકડી પાડતી નખત્રાણા પોલીસ

મહે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ-ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.બી.ભગોરા સાહેબ નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓએ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આધાર પુરાવા વગરના મુદ્દામાલની ગેર-કાયદેસર થતી હેરાફેરીની પ્રવ્રુતિ અટકાવવા તથા આવી પ્રવ્રુતિ કરતા ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચનાઓ આપેલ હોઇ.
જે અનુસંધાને નખત્રાણા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી એ.એમ.મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ નખત્રાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ રસલીયા ઓ.પી.વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, એક બોલેરો પીક-અપ વાહનમાં કોઇ શંકાસ્પદ વસ્તુ લઇને બે ઇસમો નેત્રાથી નખત્રાણા બાજુ નિકળવાના છે જેથી તુરંત બાતમી હકિકત વાળી જગ્યાએ આવી વોચમાં રહેતા ઉપરોક્ત બાતમી વાળી બોલેરો પીક-અપ ગાડી આવેલ જે ગાડીને રોકાવી ગાડીની ઝડતી કરતા બોલેરોના પાછળના ભાગે લોખંડની ધાતુની આશરે છએક ફૂટ લંબાઇની ઇંગલો નંગ-૩૯ જોવામાં આવેલ જે મુદ્દામાલ બાબતે તેમની પાસે આધાર-પુરાવા ની માંગણી કરતા તેમની પાસે આ બાબતે કોઇ આધાર-પુરાવા ન હોવાનું જણાવેલ જેથી સદરહુ મુદ્દામાલ ચોરી કે છળ-કપટથી મેળવેલ હોવાનું જણાતા આગળની કાર્યવાહી માટે નિયે મુજબનો મુદ્દમાલ બી.એન.એસ.એસ. કલમ-૧૦૬ મુજબ કબ્જે કરી તેમજ બન્ને ઇસમો વિરુધ્ધ બી.એન.એસ.એસ. ૩૫(૧)ઈ મુજબની કાર્યવાહી કરી અટક કરેલ છે.
પકડાયેલ ઇસમોના નામ સરનામા:-
(૧) પરસોતમ મનજી ગંઢેર ઉ.વ.૨૫ રહે.મફતનગર, નેત્રા તા.નખત્રાણા
(૨) જિગ્નેશ દિનેશ ચારણ ઉ.વ.૨૩ રહે.ફુલવાડી વિસ્તાર, નેત્રા તા.નખત્રાણા
કબ્જે કરેલ મુદ્દામાલ:-
(૧) લોખંડની ધાતુના ઇંગલો નંગ-૩૯ જે આશરે છએક ફૂટ લંબાઇ વાળા જે એક ઇંગલનું વજન આશરે ૧૫ કિલો ગણી એમ કુલ્લે-૩૯ ઇંગલની કિ.રૂ.૨૯,૨૫૦/- તથા
(૨) બોલેરો પીક-અપ ગાડી જેના રજી. નંબર- GJ-12-AV-4788 જેની કિ.રૂ.૧,૦૦,૦૦૦/-
એમ કુલ્લે કિ.રૂ.૧,૨૯,૨૫૦/- નો મુદ્દામાલ