ભુજ ખાતે આવેલ ત્રંબૌમાંથી દેશી બંદૂક સાથે એક શખ્સની થઈ ધરપકડ
copy image

ભુજ ખાતે આવેલ ત્રંબૌમાંથી ગેરકાયદે રહેલી હાથ બનાવટની સિંગલ બેરલની દેશી બંદૂક સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ત્રંબૌ ગામમાં કોલીવાસમાં રહેતા નાનજી ખીમજી કોલી નામના શખ્સે પોતાના કબ્જામાં ગેરકાયદેસર દેશી બનાવટની બંદૂક રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આરોપી શખ્સનાં મકાન પર દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી પાસેથી દેશી બનાવટની બંદૂક મળી આવી હતી, જે અંગે તેને પૂછતાછ કરવામાં આવતા તે કોઈ આધાર-પુરાવા આપી શક્યો ન હતો.પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી ઈશમની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.