ભુજના પદ્ધર નજીક આવેલી કંપનીમાં 25 વર્ષીય યુવાનનો આપઘાત

suicide

copy image

suicide
copy image

ભુજ તાલુકાનાં પદ્ધર નજીક આવેલી કંપનીમાં 25 વર્ષીય યુવા શ્રમિકે ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હતું. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ  પદ્ધર નજીક આવેલી એડવાન્સ સિન્થેટિક કંપનીમાં મજૂરી કામ કરતા 25 વર્ષીય કેસરીસિંહ નામના યુવાને જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. હતભાગી કંપનીમાં રહેણાક સ્થળ પર હતો જ્યાં કોઈ અકળ કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં જ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં ફરજ પરના તબીબે તેને  મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.