ખાવડા નજીક કંપનીમાં કામ કરતી વેળાએ નીચે પટકાતાં 20 વર્ષીય શ્રમિકનું મોત

copy image

copy image

  ખાવડા નજીક આવેલી કંપનીમાં કામ કરતી વેળાએ નીચે પટકાતાં 20 વર્ષીય શ્રમિકનું મોત નીપજયું છે. ત્યારે આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ  ખાવડા નજીક આવેલા આર.ઈ. પાર્કમાં આ બનાવ બન્યો હતો. હતભાગી અહી વિજ્યા ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લિ.ની સાઈટ ઈશોકુ થાંભલાનું કામ કરી રહ્યો હતો હતો ત્યારે સાઈકલ હૂક નીકળી જતાં આ યુવક નીચે પટકાયો હતો, બનાવમાં શ્રમિકને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મોતનો ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે.