“સસ્તા સોનાની લાલચ આપી વેપારીઓ પાસેથી રૂપિયા પડાવી લઇ તેના બદલામાં સામેવાળી વ્યકિતને સોનુ કે તેના રૂપિયા પરત નહી આપી તે રૂપિયાની બીજાના નામે જંગમ મિલકત વસાવી સંગઠીત ગુનાઓ કરતી ગેંગ વિરૂધ્ધ સંગઠીત ગેંગનો ગુનો દાખલ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા ગેંગ બનાવી ગુનાઓ આચરતા ઇસમો વિરુધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી અટકાયતી પગલાં લેવા સુચના આપેલ.

જે સૂચના અનુસંધાને એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબે તાબાના પો.સબ ઇન્સ.શ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પો.સબ ઇન્સ.શ્રી વાય.કે.પરમાર સાહેબને સંગઠીત ગુનાઓ કરતી ગેંગ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ..

જેથી આરોપી સિંકદર ઉર્ફે સિકલો ઉર્ફે મોલાના સન/ઓફ જુસબ ઇસ્માઇલ સોઢાએ પોતાના સાગરીતો સાથે સતત ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતી ટોળી બનાવી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા સોશ્યલ મિડીયાના માધ્યમથી પ્રજાજનો વેપારીઓને વિશ્વાસમાં લઈ સસ્તા સોનાની લાલચ આપી તેઓ પાસેથી રૂપિયા પડાવી લઇ તેના બદલામાં સામેવાળી વ્યકિતને સોનુ કે તેના રૂપિયા પરત નહી આપી, છેંતરપીડી કરી, સંગઠીત ગુનાઓ કર્યેથી મેળવેલ નાણાકીય લાભથી પોતાના સગા ભાઇ રફીક જુસબ સોઢા, ઉ.વ. ૨૬, ઘંઘો મજુરી, રહે. રહીમનગર, ખારીનદી રોડ, ભુજ વાળાના નામે જંગમ મિલ્કત વસાવી અને મજકુર આરોપી રફીક જુસબ સોઢા તેનો સંતોષકારક રીતે હિસાબ ન આપી શકી, પોતાના ભાઇ સિંકદર જુસબ સોઢા વતી આ જંગમ મિલ્કતો ધરાવી બંને આરોપીઓએ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૧૧ની પેટા કલમ (૬) તથા (૭) મુજબ ગુનો કરેલ હોઇ જેથી મજકુર ઇસમો વિરુધ્ધ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબનાઓએ શ્રી સરકાર તરફે ફરીયાદી બની આ ચોર ટોળકીના સભ્યો વિરૂધ્ધ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમા ગેરકાયદેસર પ્રવૃત્તી કરતી ગેંગ (ટોળકી) બનાવી સમાન ઇરાદો પાર પાડવા માટે ગુનો દાખલ કરાવેલ જે ગુના કામેના ટોળકીના સભ્યો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબનાઓના સીધા માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ.શ્રી એચ.આર.જેઠી સાહેબ તથા એ.એસ.આઇ. જયેન્દ્રસિંહ જાડેજા, કૃષ્ણદેવસિંહ ગોહિલ, સંજયદાન ગઢવી,પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઇ ગઢવી, મહિપાલસિંહ પુરોહિત તથા રણજીતસિંહ જાડેજા વિગેરે પોલીસ સ્ટાફના માણસો જોડાયેલ હતા.

  • આરોપીઓ

સિંકદર ઉર્ફે સિકલો ઉર્ફે મોલાના સન/ઓફ જુસબ ઇસ્માઇલ સોઢા

રફીક જુસબ સોઢા, ઉ.વ. ૨૬, ધંધો મજુરી, રહે. રહીમનગર, ખારીનદી રોડ, ભુજ