માધાપરમાં કડિયાકામ દરમ્યાન પડી જતાં 48 વર્ષીય આધેડનું મોત

copy image

copy image

ભુજના માધાપરમાં કડિયાકામ દરમિયાન 48 વર્ષીય આધેડનું મોત નીપજયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ માધાપરમાં આવેલ પારસનગરમાં કડિયાકામ કરવા ગયેલ ખીમજીભાઈ નામના આધેડ કામ દરમ્યાન પડી જતાં માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. હતભાગીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.