ગુંદાલા ગામની સીમમાં આવેલા જુદા-જુદા વીજ ટ્રાન્સફોર્મરની કોઈલ કિં. રૂા. 23,000ની ચોરીનો મામલો પોલીસ ચોપડે ચડ્યો

copy image

copy image

મુંદ્રા ખાતે આવેલ  ગુંદાલા ગામની સીમમાં આવેલા જુદા-જુદા વીજ ટ્રાન્સફોર્મરની કોઈલ કિં. રૂા. 23,000ની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મુન્દ્રાના ગુંદાલાની સીમ સર્વે નં. 341 તથા 353માં આવેલા 10-11 કેવીના વીજ ટ્રાન્સફોર્મરની ધાતુની જુદી-જુદી કોઈલ કિં. રૂા. 23 હજારની તસ્કરી કરી અજાણ્યા ચોર ઈશમો ફરાર થઈ ગયેલ હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.