ભુજમાં આડેધડ પાર્ક કરેલ કુલ 56 વાહનો સામે કડક કાર્યવાહી

copy image

copy image

ભુજમાં આડેધડ પાર્ક કરવામાં આવેલ વાહનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ઝુંબેશ દરમ્યાન કુલ 56 વાહન સામે કાર્યવાહી કરી કુલ રૂા. 19,000નો દંડ ફટકારવા સહિતની કામગીરી કરવામાં આવેલ હતી. ઉપરાંત 22 વાહનમાંથી બ્લેક ફિલ્મ દૂર કરાઈ હતી તથા અતિઝડપવાળા 25 વાહન સામે પણ ઈ-ચલણ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ઝુંબેશ દરમિયાન કેન્દ્ર રહેલા જ્યુબિલી સર્કલથી રિલાયન્સ સર્કલ, પ્રિન્સ રેસિડેન્સી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સરપટનાકાથી ખેંગારબાગ સુધીના વિસ્તારના તમામ માર્ગ આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.