ભુજમાં રાતના 11 વાગ્યા બાદ તમામ વ્યવસાયો બંધ રાખવા હુકમ

આપના  કચ્છમાં અસામાજિક તત્ત્વો પર કાબૂ મેળવવા તેમજ તથા ચોરીના બનાવો, નશાની પ્રવૃત્તિ સહિતની વધી રહેલી પ્રવૃત્તિઓને ઘટાડવાના હેતુસર પોલીસે ભુજમાં રાતના 11 વાગ્યા પછી તમામ વ્યવસાયો બંધ રાખવા માટેનો આદેશ જાહેર કરી દીધો છે. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ કચ્છમાં મોડી રાત્રે બનતા ચોરી, નશાખોરી, હુમલાના બનાવો તેમજ લુખ્ખા તત્ત્વોને કાયદાનું ભાન કરાવવાના ઉદ્દેશથી ભુજ સહિતના વિસ્તારોમાં રાત્રે 11 વાગ્યા બાદ ચાની દુકાનો સહિતના તમામ વ્યવસાયોને બંધ કરી મૂકવાનો આદેશ જાહેર કરાયો છે.