“નરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટી કે પાસ પરમીટ વગર સેન્ડ સ્ટોન ભરેલ ગાડી તથા મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટી કે પાસ પરમીટ વગર રેતી ભરેલ ટ્રેક્ટર પકડી ડીટેઇન કરી ખાણ-ખનીજ વિભાગ તરફ મોકલી આપતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

image-156

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સુચના આપેલ.

જે સુચના અનુશંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વાય.કે.પરમાર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. વિકેશભાઇ રાઠવા તથા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારીનાઓ નરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકીંગમાં હતા દરમ્યાન હાજીપીર રોડ તરફથી લુણા બસ સ્ટેશન પાસે એક ટાટા કંપનીની એસ ગાડી જેના રજી.નં. GJ 12 X 1780 વાળી ગાડી આવતા તેને ઉભી રખાવી ચેક કરતા ગાડીમાં સેન્ડ સ્ટોન(ટોળા) આશરે સાત ટન ભરેલ હોય જેથી વાહન ચાલક પખરીયા પિરોના જત રહે. તલ તા. નખત્રાણા વાળા પાસે રોયલ્ટી પાસ-પરમીટ માગતા રોયલ્ટી પાસ-પરમીટ ન હોઇ જે અંગે ખાણ ખનીજ ધાર કલમ-૩૪ મુજબ વાહન ડીટેઇન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રીપોર્ટ કરી ગાડી નરા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી સારૂ સોંપવામાં આવેલ છે. તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. પ્રદ્યુમનસિંહ ગોહિલનાઓ મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકીંગમાં હતા દરમ્યાન બોરાણા સમાઘોઘા રોડ પાસે એક ટ્રેક્ટર જેના રજી.નં. GJ 12 K 5184 વાળુ આવતા તેને ઉભુ રખાવી ચેક કરતા ટ્રેક્ટરમાં રેતી આશરે ત્રણ ટન ભરેલ હોય જેથી વાહન ચાલક કરમણભાઇ દેવદાસભાઇ ગઢવી રહે. બોરાણા તા. મુંદરા વાળા પાસે રોયલ્ટી પાસ-પરમીટ માગતા રોયલ્ટી પાસ-પરમીટ ન હોઇ જે અંગે ખાણ ખનીજ ધાર કલમ-૩૪ મુજબ વાહન ડીટેઇન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રીપોર્ટ કરી ટ્રેક્ટર મુંદરા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી સારૂ સોંપવામાં આવેલ છે.