શહીદ દિવસ નિમિત્તે ભુજમાં સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા શહીદ દિવસની ઉજવણી વિવિધ સેવા કાર્યો સાથે કરવામાં આવી

ભુજ. ભારત દેશમાં 23મી માર્ચના શહીદદિવસની ઉજવણી કરવામાં આવે છે તે રીતે આજે પણ ભુજમાં સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા શહીદ દિવસની ઉજવણી વિવિધ સેવા કાર્યો સાથે કરવામાં આવી હતી ત્રણ ક્રાંતિકારીઓ સુખદેવ ભગતસિંહ અને રાજગુરુ ને આજે શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા વહેલી સવારથી વિવિધ વિસ્તારોમાં બાળકોને અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો સાથે ચકલી ઘર અને પાણીના કુંડાઓનું વિતરણ ઉપરાંત જરૂરિયાત મંદોને કપડાં અનાજ અને બાળકોને રમકડાઓ અપાયા હતા. આ ઉપરાંત પ્રખર ઉનાળો તપી રહ્યો છે ત્યારે હરતા ફરતા છાસકેન્દ્ર દ્વારા આજે સ્વ કાનજીભાઈ એલ ઠક્કરની યાદમાં નીતિનભાઈ ઠક્કર દ્વારા ઠંડી છાશનું વિતરણ તેમજ ગાયોને પાણી પીવા માટેના હવાડા દર્શનભાઈ જનાર્દન વૈષ્ણવ તરફથી ભરી દેવાયા હતા જ્યારે બાળકોને અલ્પાહાર ની વ્યવસ્થા ભુજ નગરપાલિકાના પૂર્વ નગરપતિ ધારાશાસ્ત્રી શંકરભાઈસચદે દ્વારા વ્યવસ્થા કરી દેવામાં આવી હતી જ્યારે ટિફિન વ્યવસ્થા માટે અમદાવાદના શ્રીમતી નીના બેન ઋષિકેશભાઇ પટણી દ્વારા અને અમદાવાદનાસ્વ સત્યેન્દ્રભાઈ (બાલુભાઈ) પટણીની યાદમાં તેમજ મંજુલાબેન જળ સારી તેમજ અન્ય એક દાતાના સંયોગથી ટિફિન વ્યવસ્થા પણ કરી દેવામાં આવી હતી જ્યારે કપડાઓનો વિતરણ માધાપર ના જુનાવાસના મહાવીર નગરમાં રહેતા સતિષભાઈ પંડ્યા તરફથી કરવામાં આવ્યું હતું. આજના દિને સેવા કાર્યોમાં સત્યમના અધ્યક્ષ દર્શક ભાઈ અંતાણી નર્મદાબેન ગામોટ મનજીભાઈ ગામોટ નરેન્દ્ર ભાઈ સ્વાદિયા તેમજ રામુબેન પટેલ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સમાજના પૂર્વ પ્રમુખ નયનભાઈ શુક્લતેમજ લોક સેવા સર્વજનિક ટ્રસ્ટના હેમેન્દ્રભાઈ જણસારી વગેરે શહીદોની યાદમાં આજે શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી ભુજના પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદેપણ આ તકે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આમ આ રીતે ભુજમાં શહીદીને વિવિધ સેવા કાર્યો કરવામાં આવ્યા હતા ચકલી ઘર અને પાણીના કુંડાઓ રામુબેન પટેલ તરફથી આપવામાં આવ્યા હતા જેનું પણ આજે વિવિધ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યું હતું દરમિયાન આજના દિને વાન વ્યવસ્થા ભુજ નગરપાલિકાના પૂર્વ સેનિટેશન ચેરમેન અને વર્તમાન કોમર્શિયલ બેંકના ડાયરેક્ટર ધીરેનભાઈ ઠક્કર તરફથી કરી દેવામાં આવી હતી