મુંદ્રાના સિરાચા-કાંડાગરા માર્ગે ક્રેનના છાંયામાં સૂતેલા શખ્સ પર ભારેખમ વાહનના પૈડાં ફરી વળતાં મોત
copy image

મુંદ્રાના સિરાચા-કાંડાગરા માર્ગે ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં પાર્ક કરેલાં હાઈડ્રો ક્રેનના છાંયામાં સૂતેલા શખ્સ પર ભારેખમ વાહનના પૈડાં ફરી વળતાં તેનું મોત નીપજયું હતું. આ બાનવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ વ્યવસાયે વાહનચાલક મહેશભારથી રામભારથી ગુંસાઈ નામનો શખ્સ પાર્ક કરેલાં હાઈડ્રો ક્રેનના છાંયામાં સૂતો હતો તે સમયે ચાલક આ બાબતથી અજાણ હોવાથી તેણે વાહન ચાલુ કરી હંકારી દેતાં તેમના પરથી આ ભારેખમ વાહનના પૈડાં ફરી વળતાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બનાવ અંગે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.