ભચાઉના કસ્ટમ બ્રિજ પરથી નીચે પટકાતાં શ્રમિકનું મોત

kissclipart-dead-body-clipart-cadaver-clip-art-2f15f28f4a80113c

copy image

copy image

ભચાઉના કસ્ટમ બ્રિજ પરથી નીચે પટકાતાં 40 વર્ષીય આધેડે જીવ ગુમાવ્યો છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મજૂરી કામ કરનાર અશોક માંઝી નામનો શખ્સ ભચાઉના કસ્ટમ બ્રિજ પર હતો, તે સમયે કોઈ કારણે ઉપરથી નીચે પટકાતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગંભીર ઇજાઓના પગલે તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.