આદિપુરમાંથી આઈ.પી.એલ. ક્રિકેટ મેચનો ઓનલાઈન સટ્ટો શખ્સ પોલીસના સકંજામાં

copy image

આદિપુરમાંથી આઈ.પી.એલ. ક્રિકેટ મેચનો ઓનલાઈન સટ્ટો રમતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, આદિપુરમાં સંતોષી માતા સર્કલ નજીક આવેલી શ્રીજી ઈલેક્ટ્રિક્સ નામની દુકાનમાં કોઈ શખ્સ ક્રિકેટનો ઓનલાઈન સટ્ટો રમી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળા સ્થળ પરથી મોબાઈલમાં સટ્ટો રમતા શખ્સને દબોચી લીધો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.