કચ્છના સૂરજબારી નજીક ટ્રેઈલરચાલક પર બે શખ્સોએ કર્યો ધોકા વડે હુમલો

copy image

copy image

કચ્છના સૂરજબારી નજીક ટ્રેઈલરચાલક પર બે શખ્સો દ્વારા હુમલો કરી દેવામાં આવેલ હોવાનો બનાવ સાપાટી પર આવ્યો છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 21/3ના રોજ મુંદ્રાની દેવાંશી ટ્રાન્સપોર્ટમાં કામ કરનાર ફરિયાદી એવા પ્રવીણસિંહ નારાયણસિંહ રાઠોડ ગાંધીધામથી મોરબી જવા નીકળ્યો હતો. ત્યારે  સૂરજબારી પુલ પાસે પહોંચતાં પાછળથી ઈકો ગાડી આવે હતી અને તેને રોકાવ્યો હતો. બાદમાં આ ઈકો ગાડીમાંથી ઉતરેલા બે આરોપી ઈશમો લોખંડના પાઈપ સાથે ટ્રેઈલરની કેબિનમાં ઘુસ્યાં હતા અને સાઈડ આપવા બાબતે ફરિયાદી સાથે ઝઘડો કરી તેના પર હુમલો કરી દીધો હતો. આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલ ચાલકને સરવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. પોલીસે  આ મામલે આરોપી શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.