શિમલાના જુબ્બરહટ્ટી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી : ઇમરજન્સી બ્રેક લગાવીને વિમાન અડધા રનવે પર ઉતર્યું

copy image

copy image

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાના જુબ્બરહટ્ટી એરપોર્ટ પર આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. આ બનાવ અંગે સૂત્રો જણાવી રહ્યા છે દિલ્હીથી શિમલા પહોંચેલા એલાયન્સ એરના વિમાનને ઇમરજન્સી બ્રેક લગાવીને તેને રોકવામાં આવેલ છે. ત્યારે જાણવા મળી રહ્યું છે કે આ વિમાન અડધા રનવે પર ઉતર્યું હતું. આ વચ્ચે વિમાનનું ટાયર પણ ફાટી ગયું. ત્યારે, અકસ્માત બાદ, સુરક્ષા કારણોસર ધર્મશાલાની આગામી ફ્લાઇટ રદ કરી દેવામાં આવેલ છે. સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી ગઈ.