રાજકોટમાંથી વધુ એક આગનો બનાવ : રાજકોટની વેફર-નમકીન બનાવતી KBZ કંપનીમાં એકાએક આગ ભભૂકી ઉઠી

સૂત્રો જણાવી રહ્યા છે  રાજકોટમાંથી વધુ એક આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજકોટના નાકરાવાડી નજીક આવેલી વેફર બનાવતી કંપની આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ મચી જવા પામી હતી. રાજકોટની વેફર-નમકીન બનાવતી KBZ કંપનીમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવ અંગે જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને સતત એક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.આ બનાવમાં કોઈ જાનહાની થઈ હોવાના સમાચાર મળ્યા નથી પરંતુ વિકરાળ આગમાં લાખો રૂપિયાનો માલ-સામાન બળીને ભશ્મ થયો છે.