Skip to content
બોરતળાવ પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એમ.રાવલના માર્ગદર્શન હેઠળ ડી.સ્ટાફનાં માણસો જી.એ.કોઠારીયા તથા ડી.કે.ચૌહાણ, પો.કોન્સ હિરેનભાઇ મહેતા, ભીખુભાઇ બુકેરા, સેજાદભાઇ સૈયદ, નીલમબેન વિરડીયાએ રીતેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પો.કોન્સ. હિરેનભાઇ લાભશંકરભાઇ મહેતા તથા પો.કોન્સ ભીખુભાઇ અબ્દુલભાઇ બુકેરાનીસંયુકત બાતમીરાહે હકીકત મળેલ કે, નરેશભાઇ વસરામભાઇ પરમાર ઉ.વ.૩૦ જાતે-દે.પુ. રહે. ગામ-અધેવાડા, મફતનગરવાળો પોતાનુ સ્કુટર ઇન્ટરનો ગ્રે કલરનુ જેનો રજી નં.જીજે ૦૪ એએફ ૩૯૯૬ વાળુ લઇને દેશી દારૂ રાખી વેચાણ કરવાના ઇરાદે હેરા ફેરી કરી, કુંભારવાડા, સ્મશાન પાસેથી નીકળાનો છે, તેવી બાતમી મળેલ સદરહુ બાતમીવાળી જગ્યાએ વોચમાં રહેતા મજકુર શંકુ નીકળતા મજકુરના કબ્જાનુ સ્કુટર ચેક કરતા સ્કુટરના પાછળના ભાગે બે પ્લાસ્ટીકના સફેદ થેલા હોય જે ચેક કરતા તેમાથી દેશી દારૂ લીટર ૧૦૦ જેની કિંમત રૂ.૨,૦૦૦ તેમજ સ્કુટરની કિંમત રૂ.૧૦,૦૦૦ એમ કુલ કિંમત રૂ.૧૨,૦૦૦ નો મુદામાલ જપ્ત કરેલ અને તેની ધરપકડ કરી પ્રોહીબીશન એકટ તળે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.