Skip to content
ગાંધીધામના રહેણાક મકાનમાં જુગારની ક્લબ પર પોલીસે રેડ પાડી હતી. મુળ મુંબઇનો ઈસમ નાલ ઉઘરાવી બહારથી ઇસમોને બોલાવી જુગાર રમાડતો હતો. પોલીસે જણાવ્યું હતુ કે, શહેરના સેક્ટર નં. 5ના સથવારા કોલોનીના પ્લોટ નં.517 ખાતે રહેતો ઈસમ દરશી દામજી પટેલ પોતાના મકાનમાં જુગાર રમાડતો હતો. પોલીસે રેડ પાડતા મકાનમાં જુગાર રમતા અંબાવી હરજી પટેલ (મુંબઇ), શિવજી ચના સથવારા, કરશન રવજી સથવારા (બંને સેક્ટર-5,ગાંધીધામ), ભોગીલાલ માવજી પટેલ (મુંબઇ) તથા નરશી દામજી પટેલ (મુળ ધાટકોપર,મુંબઇ) નામના ઇસમો ઝડપાઇ ગયા હતા. ઇસમોના કબ્જામાંથી રોકડા રૂ.26,300 તથા બે મોબાઇલ સહિત કુલ રૂ.36,300 નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.