પશ્ચિમ રેલવે દ્વારા બે જોડી સ્પેશિયલ ટ્રેનો ના ફેરા લંબાવવામાં આવ્યા

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ અને ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેનો ના ફેરા લંબાવવામાં આવ્યા છે. જેની વિગતો નીચે મુજબ છે:

  1. ટ્રેન નંબર 09416 ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ જે અગાઉ 27 માર્ચ, 2025 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 26 જૂન, 2025 સુધી લંબાવવામાં આવી છે.
  2. ટ્રેન નંબર 09415 બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ સાપ્તાહિક સ્પેશિયલ જે અગાઉ 27 માર્ચ, 2025 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 26 જૂન, 2025 સુધી લંબાવવામાં આવી છે.
  3. ટ્રેન નંબર 09208 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ જે અગાઉ 27 માર્ચ, 2025 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 26 જૂન, 2025 સુધી લંબાવવામાં આવી છે.
  4. ટ્રેન નંબર 09207 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ જે અગાઉ 28મી માર્ચ, 2025 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 27મી જૂન, 2025 સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન નંબર 09416, 09415, 09208 અને 09207 ના લંબાવવામાં આવેલા ફેરા માટે બુકિંગ 27 માર્ચ, 2025 થી પીઆરએસ કાઉન્ટર્ અને આઈઆરસીટીસી ની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.