સામખિયાળીથી આડેસર તરફ જતા માર્ગે ગેરકાયદેસર રીતે પાણીનું જોડાણ કરવાના મામલે ત્રણ વિરુદ્ધ ફરિયાદ
copy image

સામખિયાળીથી આડેસર તરફ જતા માર્ગે આવેલી હોટેલના સંચાલકો તથા ખેડૂતોએ ગેરકાયદેસર રીતે પાણીનું જોડાણ લેવાના મામલે ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સામખિયાળી હેડ વર્ક્સ આધારિત રાપર જૂથ પાણી પુરવઠા યોજનાના ચિત્રોડ હેડ વર્ક્સથી આડેસર સેક્શનની નર્મદાની પાણીની લાઇન પસાર થઈ રહી છે. મેવાસાથી ઘાણીથર પાટિયાં સુધીની આ લાઇનમાં ભંગાણ કરાયું હોવાનું સામે આવતા તપાસ હાથ ધરવામાં આવેલ હતી. જેમાં આરોપી શખ્સોએ આ લાઇનમાં ભંગાણ પાડી તેમાં બિનઅધિકૃત રીતે 15 મિ.મી. વ્યાસનું જોડાણ મેળવી પાણીની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. તેમજ વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે ખેડૂતે મોટો ખાડો ખોદી તેમાં પાણી ભરી પોતાના પાક માટે ઉપયોગમાં લીધું હતું. આ મામલે ત્રણ શખ્સો વિરુદ્ધ રૂા. 6,56,840ની પાણીચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે.