લાકડીયામાં બંધ મકાનમાંથી 26 હજારના દાગીનાની તસ્કરી

ભચાઉ તાલુકાના મફતનગરમાં એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ત્રાટક્યા હતા. મુખ્ય દરવાજાનું લોક તોડીને કાબટમાં રાખેલા 10 હજાર રોકડા અને ટ્રંકમાં રાખેલા 16 હજારની કિંમતના સોનાના દાગીના સહિત 26 હજારનો મુદામાલની તસ્કરી કરી જતાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે તેમજ લાકડીયાના મફતનગરમાં રહેતા પ્રેમજીભાઇ પેથાભાઇ પરમાર (ઉ.વ.40)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, તસ્કરીનો બનાવ બુધવારની રાત્રીના અને ગુરૂવારની સવારના અરસા દરમિયાન બન્યો  હતો. તેમના રહેણાકના બંધ મકાનમાં અજાણ્યા ઇસમો પ્રવેશ્યા હતા. અંદરના બેડરૂમ રાખેલા લોખંડના કબાટ અને ટ્રંકમાંથી સોનાના દાગીના કિંમત 16 હજાર અને રોકડ રૂપિયા 10 હજાર મળીને 26 હજારની તસ્કરી કરી ગયા હતા. લાકડીયા પોલીસે બનાવની નોંધ લઇને આગળની તજવીજ હેડ કોન્સ્ટેબલ પ્રદિપભાઇ એસ ચૌધરીએ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *