વલસાડના ઉમરગામના સોળસુંબા ગામમાંથી ચોંકાવનાર ઘટના સામે આવી : એક જ પરીવારના ત્રણ સભ્યોએ કર્યો આપઘાત
copy image

વલસાડ ખાતે આવેલ ઉમરગામના સોળસુંબા ગામમાંથી ચોંકાવનાર ઘટના સામે આવી છે જેમાં એક જ પરીવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ભાડાના ફ્લેટમાં રહેતા પતિ-પત્ની અને બે વર્ષના બાળક સહિત સામૂહિક આપઘાત કરી લેવામાં આવેલ છે. બનાવ અંગે જાણ થતાં જ તાત્કાલિક સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ દંપતીએ પહેલા પોતાના માસૂમ બાળકની હત્યા કરી બાદમાં પોતે આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક તપાસ દરમ્યાન સામે આવ્યું છે. આ બનાવ અંગે આગળની વધુ તપાસ પોલીસે આરંભી છે.