અંજાર અને ભીમાસરમાંથી 5.45 લાખનો શંકાસ્પદ હર્બલ સિરપનો જથ્થો ઝડપાયો

copy image

copy image

અંજાર ખાતે આવેલ ભીમાસર તથા અંજારમાંથી રૂા 5,45,277નાં શંકાસ્પદ હર્બલ સિરપનો જથ્થો ઝડપાયો હોવાનો મામલો સપાટી પર આવ્યો છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, અંજાર ખાતે આવેલ ભીમાસરમાં મોમાયકૃપા નામની દુકાન ચલાવનાર બાબુ હકુ કોળી નામના શખ્સ પોતાની દુકાનમાં આલ્કોહોલ જેવું શંકાસ્પદ પ્રવાહી હર્બલ ટોનિકની બોટલે રાખી તેનું વેચાણ કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળા સ્થળ પર રેડ પાડી હતી. વધુમાં જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આ શખ્સ પાસેથી અમુક જથ્થો મળ્યા બાદ તેણે આ માલ ક્યાંથી લીધો હોવાની પૂછપરછ પોલીસે કરી હતી, જેમાં તેણે અંજારના દબડા રોડ પર હરિકૃપા કોમ્પ્લેક્ષમાં દુકાન ધરાવનાર ઈશમ પાસેથી માલ પ્રાપ્ત કર્યો હોવાનું સામે આવતા પોલીસે આ સ્થળ પર પણ દરોડો પાડ્યો હતો. આ કામગીરી દરમ્યાન પોલીસે બંને જગ્યાએથી    કુલ રૂા. 5,45,277નાં શંકાસ્પદ હર્બલ સિરપનો જથ્થો કબ્જે કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.