છોટાઉદેપુરમાં ધોળા દિવસે દુકાનમાંથી મોબાઈલ ઉઠાવી એક શખ્સ થયો ફરાર

copy image

copy image

ગુજરાતભરમાં દિન-પ્રતિદિન ચોર ઈશમોની હીમતમાં વધારો થઈ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે  છોટાઉદેપુરમાંથી ચોરીની ઘટના સામે આવી રહી છે ધોળા દિવસે એક શખ્સ દુકાનમાંથી મોબાઈલની ચોરી કરવામાં આવી છે. આ સમગ્ર મામલો સીસીટીવીમાં કેદ થયો છે. છોટાઉદેપુર ખાતે આવેલ બોડેલીની મધ્યમાં આવેલી એક મોબાઈલની દુકાનમાં ધોળા દિવસે આ ચોરીનો બનાવ બન્યો છે. મેન બજારમાં આવેલ મુનશી મોબાઈલ નામની દુકાનેથી નવા મોબાઈલની ચોરી થઈ છે. નવા મોબાઈલના બહાને આવેલ યુવક LAVA BLAZE X મોબાઈલની ચોરી કરી હતી. આ સમગ્ર બનાવ સીસીટીવી માં કેદ થયો હોવાનું સામે આવ્યું છે.