જામનગરમાંથી ચેઈન સ્નેચિંગનો બનાવ સામે આવ્યો : ધોળા દિવસે વૃદ્ધ મહિલાના ગળામાંથી રૂપિયા દોઢ લાખના સોનાની ચેઇન ખેંચી બે શખ્સો થયા ફરાર

copy image

copy image

વધુ એક ચેઈન સ્નેચિંગનો બનાવ જામનગરમાંથી સામે આવી રહ્યો છે જે મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ  જામનગરના હીરજી મિસ્ત્રી રોડ પર ધોળા દિવસે વૃદ્ધ મહિલાના ગળામાંથી રૂપિયા દોઢ લાખના સોનાની ચેઇન ખેંચી આરોપી શખ્સ ફરાર થઈ ગયો હતો.  નંબર પ્લેટ વગરના એક્સેસ સ્કૂટરમાં આવેલા બે ઈશમો આ વૃદ્ધના ગળામાંથી ચેઇન ઝુંટવીને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, એક એપાર્ટમેન્ટના ગેઇટ પાસે ૬૫ વર્ષના વૃદ્ધ મહિલા પોતાના પૌત્રને રમાડી રહ્યા હતા. તે દરમ્યાન નંબર પ્લેટ વગરના સ્કૂટરમાં આવેલા બે અજાણ્યા ઈશમોએ આ મહિલાના ગળામાંથી રૂપિયા દોઢ લાખની કિંમતના સોનાના ચેઇન ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.