નકલીની બોલબાલા વચ્ચે વધુ એક નકલીનો કિસ્સો : અમદાવાદમાંથી નકલી પનીરનો જથ્થો ઝડપાયો

copy image

copy image

નકલીની બોલબાલા વચ્ચે વધુ એક નકલીનો કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં  અમદાવાદ શહેરમાંથી ફરી વખત નકલી પનીર ઝડપાયું હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. નામ વગરની દુકાનમાંથી પનીર વેચાઈ રહ્યું હતું. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અમદાવાદ શહેરમાંથી ડુપ્લીકેટ પનીર પકડાયું છે. અધિકારીઓ દ્વારા અમદાવાદ ખાતે આવેલ વસ્ત્રાલ અને ઠક્કર નગર વિસ્તારમાંથી ડુપ્લીકેટ પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવેલ છે. આ કાર્યવાહી દરમ્યાન કુલ ૨૬૩ કિલો પનીરનો જથ્થો ઝડપાતા સીઝ કરવામાં આવેલ છે.