ભુજ તાલુકાના રાયઘણપર નજીક કેવીટીની બહારના રસ્તા પર યુવાન પર જુની અદાવતમાં ત્રણ ઇસમો હુમલો કરી ધકબુસટનો માર મારી ઇજા પહોંચાડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર તેમજ નાના વરનોરા ગામે રહેતા અયુબ જુમા મમણ (ઉ.વ.31)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, માર મારવાનો બનાવ શુક્રવારે સવારના અરસામાં રાયઘણપર ગામે કેવીટીની બહાર રસ્તા પર બન્યો હતો. ઈસમ અબ્બાસ ઇબ્રાહિમ મમણ, ઇકબાલ સુલેમાન મમણ અને મામદ હુશેન સુલેમાન મમણ રહે ત્રણે વરનોરા વાળાઓએ અપશબ્દો બોલીને ધકબુસટનો પીઠના ભાગે માર મારી ઇજા કરી હતી. પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.